જાણવા જેવુ
મોબાઈલ તેમજ ઈલેક્ટ્રોનિક સાધનોમાં વપરાતી લિથિયમ આયન બેટરીના સંશોધકોને રસાયણશાસ્ત્રનુ નોબલ
નોબલ પ્રાઈઝ 2019
મોબાઈલ તેમજ ઈલેક્ટ્રોનિક સાધનોમાં વપરાતી લિથિયમ આયન બેટરીના સંશોધકોને રસાયણશાસ્ત્રનુ નોબલસ્વીડનની રોયલ એકેડમી ઓફ સાયન્સે રસાયણવિજ્ઞાનનુ નોબેલ પ્રાઈઝ જાહેર કર્યુ છે. આ વખતનુ નોબેલ લિથિયમ-આયન બેટરીના ડેવલોપમેન્ટ માટે ત્રણ સંશોધકોને સંયુક્તપણે આપવામાં આવેલ છે.
આ ત્રણ સંશોધન માં અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસ પ્રોફેસર જોન બી ગૂડનાવ, ન્યુયોર્ક સ્ટેટ યુનિવર્સિટી પ્રોફેસર સ્ટેનલી વિટિંગહામ અને જાપાનના મેઈજો યુનિવર્સિટી ના સંશોધક અકિરા યોશિનો નો સમાવેશ થાય છે. એમાંય પ્રોફેસર ગુડવાન અત્યારે 97 વર્ષના છે, તેઓ નોબેલ મેળવનાર અત્યાર સુધીના સૌથી મોટી ઉંમર ના સંશોધક બન્યાં છે.
નોબેલ સમિતિએ પોતાની સત્તાવાર જાહેરાત માં કહ્યું છે કે આ ત્રણેય સંશોધકોએ પોર્ટેબલ લિથિયમ-આયન બેટરી તૈયાર કરી છે, માટે તેમને નોબેલ મળી રહ્યું છે. લિથિયમ-આયન બેટરી એ આખા જગતમાં સૌથી વધુ વપરાતી પોર્ટેબલ બેટરી છે.
મોબાઈલ ફોન સહિત વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ મા તેનો ભરપૂર ઉપયોગ થાય છે. જો આ બેટરી ન હોત તો આજે ઇન્ફર્મેશન ટેકનોલોજી નો વિકાસ થયો છે, એ થઈ ન શક્યો હોત. મોબાઈલ ફોન, લેપટોપ, ઈલેક્ટ્રોનિક વાહનો વગેરેમાં આ બેટરી વપરાય છે. આ બેટરી ચાર્જબલ છે અને એ સોલાર પાવર કે પવન ઊર્જા દ્વારા પણ ચાર્જ કરી શકાય છે.
આખી દુનિયા જ્યારે ક્લીન એનર્જી તરફ આગળ વધી રહી છે, ત્યારે આ બેટરી પ્રદૂષણ રહિત પાવર જનરેશન માટે પણ મદદરૂપ થઈ રહી છે. ત્રણેય ને નોબલ પ્રાઈઝ ના મેડલ અને સર્ટિફિકેટ ઉપરાંત કુલ 9,14,000 ડોલરનું ઇનામ મળશે, જે સરખે ભાગે વહેંચશે. લિથિયમ આયન બેટરીનું સંશોધન સૌથી પહેલા પ્રોફેસર વિટિંગહામે 1970ના દાયકામાં આરંભ્યુ હતું જ્યારે ઊર્જા કટોકટી ની શરૂઆત થઈ હતી. એ સંશોધનમાં પ્રોફેસર ગૂડનાવનો સાથ મળ્યો હતો જેમણે 1980 ના ગાળામાં આવી બેટરી કઈ રીતે મહત્તમ કામ આપી શકે તેના રસ્તા શોધ્યા હતા.
તો વળી આ બન્ને સંશોધકોની થિયરી પરથી અકિરા યોશિનોએ 1985 માં પ્રથમ વાર આવી બેટરીનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરી શકાય તેનો વિકલ્પ તૈયાર કર્યો હતો. ત્યારે એ દુનિયાની સૌથી ટકાઉ, ઓછા વજન વાળા અને લાંબો સમય કામ આપનારી બેટરી હતી. એ પછી જ વિવિધ કંપની આ બેટરી ઉત્પાદન શરૂ કર્યું હતું. 1991માં આ બેટરી પ્રથમ વાર માર્કેટમાં આવી એ સાથે વાયરલેસ જગતનો પાયો નાંખ્યો હતો.
પ્રોફેસર ગૂડવાન 1922માં જર્મનીમાં જન્મ્યાં હતા અને બેટરીના સંશોધન વખતે તેઓ અમેરિકા ટેક્સાસ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હતા. 1941 માં જન્મેલા સ્ટેનલી વિટિંગહામ ઓક્સફર્ડ યુનિવર્સિટી માં ભણ્યા પછી ન્યૂયોર્ક સ્ટેટ યુનિવર્સિટીમાં જોડાયા હતા. 71 વર્ષિય પ્રોફેસર અકિરા જાપાનમાં ઓસાકા યુનિવર્સિટીમાં ભણ્યા પછી મેઈજો યુનિવર્સિટી સાથે જોડાયા હતા.
0 Comments: