Headlines
Loading...
જાણો બ્લેક હોલ અને તેની લેવાયેલી તસ્વીર વિષે

જાણો બ્લેક હોલ અને તેની લેવાયેલી તસ્વીર વિષે

જાણો બ્લેક હોલ અને તેની લેવાયેલી તસ્વીર વિષે
નમસ્કાર મિત્રો , આજે આપણે બ્લેક હોલ અને બ્લેક હોલની લેવાયેલી તસ્વીર વિષે વિગતવાર ચર્ચા કરવાના છિએ. સૌપ્રથમ જાણીએ કે આ બ્લેક હોલ શું છે. બ્લેકહોલને ગુજરાતીમાં કૃષ્ણવિવર કહે છે.

લેખન : આકાશ કવૈયા

બ્લેક હોલ શું છે?

મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્ટાઈને વર્ષો પહેલા આપેલા સાપેક્ષવાદના સિદ્ધાંત પ્રમાણે આ બ્લેક હોલ બ્રહ્માંડની એક એવી જગ્યા છે કે જ્યાંથી કશુંજ પાછું આવી શકતું નથી , આ બ્લેક હોલમાં વિદ્યુતચુંબકીય તરંગો પણ પાછા આવી શકતા નથી એટલે કે બ્લેક હોલમાંથી પ્રકાશ પણ પાછો આવી શકતો નથી.
બ્લેક હોલ એ શક્તિશાળી ગુરૂત્વાકર્ષણ ક્ષેત્ર ધરાવતી ખગોળીય વસ્તું છે. તે પોતાના ગુરૂત્વાકર્ષણથી આસપાસની વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે. આ બ્લેક હોલની ચારો તરફ ક્ષિતિજ સીમાં હોય છે. જ્યાંથી વસ્તું બ્લેક હોલમાં પડી તો શકે છે પણ પાછી આવી શકતી નથી.
આ પણ વાંચો : ઈલમાછલી-ઈલેક્ટ્રિક શોક આપતી માછલી
આલ્બર્ટ આઈન્ટાઈને આપેલા સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ આ બ્લેક હોલું જેવું અસ્તિત્વ હોય છે. પણ આ બ્લેક હોલનું અસ્તિત્વ જાણવું ઘણુજ અઘરું છે. બ્લેક હોલમાંથી કશુંજ પાછું આવતી શકતું નથી એટલે તેની હાજરી નોંધવી અઘરી છે. આ કારણે આઈન્ટાઈન પણ મુશકેલીમાં હતા કે બ્લેક હોલનું અસ્તિત્વ છે કે નહિ.
આ બ્લેક હોલનું અસ્તિત્વ એવી રીતે ગણી શકાય કે અવકાશમાં અનેક તારાઓ એક ખાલી જગ્યાની આસપાસ પરીભ્રમણ કરતા હોય. બ્લેક હોલ પોતાના ગુરૂત્વાકર્ષણથી તારાઓને પાતાની તરફ જકડી રાખે છે.
આ બ્લેક હોલની હાજરી અન્ય પદાર્થ સાથેની પ્રતિક્રિયા વડે જ જાણી શકાય છે. 

બ્લેક હોલનું નિર્માણ કઈ રીતે થાય છે?

Supernova
જ્યારે સૂર્ય જેવા મોટા કે તેના કરતા પણ અનેક ગણા મોટા તારામાં બળતણ પૂરુ થઈ જાય છે. ત્યારે તેમાં પ્રચંડ વિસ્ફોટ થાય છે. જેને સુપરનોવા કહે છે. અને વિસ્ફોટ પછી જે પદાર્થ વધે છે. તે ધીરે ધીરે કેન્દ્ર તરફ એકઠો થઈ ખુબજ ભારે ઘનતા વાળા દળમાં સ્વરૂપ લે છે. જેને ન્યુટ્રોન સ્ટાર કહે છે. આ ન્યુટ્રોન સ્ટારની ઘનતા અને કદ ઘણુ વધારે હોય છે. અને ગુરૂત્વાકર્ષણના કારણે તે કેન્દ્ર તરફ વધને વધુ જતો જાય છે. અને અંતે બ્લેક હોલમાં પરીણમે છે.

આ પણ વાંચો : અવકાશમાં ફરતી વેધશાળા : હબલ ટેલિસ્કોપ

આ બ્લેકહોલનું કદ નાના કણ જેવડું હોય શકે છે. છતા તેનું વજન એક લઘુગ્રહ જેટલું હોય છે. આ પરથી તેની ઘનતા વિષે અંદાજો લગાવી શકાય છે.

બ્લેક હોલની તસ્વીર કેવી રીતે લેવામાં આવેલી છે?

સૌપ્રથમ બ્લેકહોલની તસ્વીર લેવાનો વિચાર લેધરલેન્ડના વિજ્ઞાની હેનીઓ ફેલેકે રજુ કર્યો હતો. 
આ બ્લેકહોલ પર સંશોધનની શરુઆત 2012 માં થઈ હતી અને વોશિંન્ટન , બ્રેસેલ્સ, સેન્ટીયાગો , શાંઘાઈ , તાઈટે અને ટોકીયોમાં ખગોળશાસ્ત્રીઓએ એકસાથે બ્લેકહોલની તસ્વીર જાહેર કરી હતી. વૈજ્ઞાનિકોએ 10 એપ્રિલ 2019 ના રોજ વિશ્વ સામે બેલેકહોલ ની તસ્વીર સામે મુકી હતી. અને આ તસ્વીર લેવામાં 200થી વધું સંશોધનકર્તાનો ફાળો છે.
આ તસ્વીર જે બ્લેકહોલ ની છે તે બ્લેકહોલ આપણી પૃથ્વીથી 5 કરોડ 35 લાખ પ્રકાશવર્ષ દુર છે. અને આ બ્લેકહોલ Galaxy Messier 87 [M87] ગેલેક્સીમાં છે.
આ બ્લેકહોલ ની તસ્વીર માં એક કાળા ભાગ ની ચારેય બાજું કેસરી રંગની વર્તુળાકાર રિંગ જોવા મળે છે. તેને હોરાઈઝોન કહે છે.
8 ટેલિસ્કોપની મદદથી તસ્વીર લેવામાં આવી છે તેને EHT (ઈવેન્ટ હોરીઝોન ટેલિસ્કોપ) કહે છે. જેના નામ નીચે પ્રમાણે છે.

  1. Submillimeter Array , Chile
  2. APEX , Chile
  3. IRAM 30-METER TELESCOPE , Spain
  4. Large Millimeter telescope , Mexico
  5. Submilliter telescope , Ariz
  6. James clerk mexwell telescope , Hawaii
  7. Submillimeter Array , Hawaii
  8. Southpole telescope , Antarctica 
જે બ્લેક હોલની તસ્વીર લેવામાં આવી છે તે બ્લેક હોલ પૃથ્વીથી 5 કરોડ પ્રકાશવર્ષ દુર હોવાથી તેનુ નિરીક્ષણ કરવું અત્યંત અઘરું છે. આ બ્લેકહોલ ને જોવા માટે પૃથ્વી જેવડું મોટુ ટેલિસ્કોપ જોઈએ પણ એ શક્ય નથી , આ માટે વૈજ્ઞાનિકોએ દુનિયા ભરમાં 8 વિશાળ રેડિયો ટેલિસ્કોપ ગોઠવ્યા છે. અને તેમાંથી મળેલા ડેટા પરથી બ્લેકહોલની તસ્વીર તૈયાર કરવામાં આવી છે. આ ડેટા 10 લાખ GB જેટલો હતો. અને અમેરિકા અને જર્મની દ્રારા આ ડેટાને રેન્ડર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : તારાનું સ્થાન બતાવતું જયપુરનું : રામયંત્ર

આ ટેલિસ્કોપોને 5 મહાદ્રીપ પર લગાડવામાં આવ્યા છે. અને સુરક્ષિત રહે શકે અને સ્પષ્ટતાથી બ્લેકહોલનું અવલોકન કરી શકે . આ રેડિયો ટેલિસ્કોપો ના સ્થળ કંઈક આ પ્રમાણે છે, હવાઈ[2 ટેલિસ્કોપ], એરિગોના, ચિલી[2 ટેલિસ્કોપ], સ્પેન, મેક્સિકો, અને દક્ષિણધ્રુવ.
બ્લેકહોલનું નિરીક્ષણ કરવા માટે એપ્રિલ 2017 મા એક અઠવાડિયા માટે અલગ અલગ જગ્યાએથી એક જ ભાગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ડેટા મેળવવામાં આવ્યા હતા.

બ્લેકહોલની તસ્વીર લેવા માટેનો ખાસ અલ્ગોરીધમ

Katherine Louise Bouman
8 વિશાળ ટેલિસ્કોપ દ્રારા લેવમાં આવેલા ડેટાને અદ્યતન સુપરકોમ્યુટરમાં ખાસ રીતે તૈયાર કરેલા અલ્ગોરીધમની મદદથી રેન્ડર કરી બ્લેક હોલની તસ્વીર મેળવામાં આવી હતી . બ્લેકહોલ ની તસ્વીર મેળવવા માટેનો અલ્ગોરીધમ ડો. કેથરીન બુમૈન દ્રારા બનાવવામાં આવેલો છે. જેઓ MIT ના વિદ્યાર્થી હતા. તેઓ ખગોળશાસ્ત્રી નથી પણ કમ્પ્યુટર અલ્ગોરીધમના નિષ્ણાંત છે.
બ્લેકહોલમાંથી પ્રકાશ પણ પાછો આવી શકતો એટલે બ્લેકહોલની પાછળ રહેલા તારાઓમાંથી આવતો પ્રકાશ સીધો પૃથ્વી પર પહોંચતો નથી પણ પરાવર્તિત થાય છે. આ બાબતોનું ધ્યાન રાખીને અલ્ગોરીધમ તૈયાર કરવામાં આવેલ છે.
મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોંકિંગ ના અનુસાર બ્લેક હોલમાં ગયેલી વસ્તું પાછી આવી શકે છે. કારણ કે ઉર્જાનું સર્જન કે નાશ શક્ય નથી આથી બ્લેકહોલમાં પણ જે કાંઈ પણ ગયું હોય તે બહાર બીજા કોઈ સ્વરૂપે આવે છે. આજે કદાચ આઈન્ટાઈન કે સ્ટીફન હોકિંગ હોત તો બ્લેક હોલની તસ્વીરથી ઘણા ખુશ થયા હોત.


ઉપરની તમામ માહિતી PDF ફાઈલમાં ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો

આ પોસ્ટની લેખકની મંજુરી વગર કોપી કરવાની મનાઈ છે.

0 Comments: