વિદ્યુતીય ઈલ માછલી
નમસ્કાર મિત્રો , આજે આપણી ઈલેક્ટ્રિક શોક આપતી માછલી એટલે "ઈલ" માછલી વિષે થોડી માહિતી મેળવીશું
લેખન : આકાશ કવૈયા
1. વિગતવાર માહિતી
2. શા કારણે મોટા પ્રમાણમાં જટકા આપી શકે છે?
3. વિદ્યુત શોક આપવાથી માછલીને થતા નુકશાન
4. માછલીમાં જોવા કુદરતી મળતા સેન્સરો
5. ઈલ માછલીની અદભુત બાબત અને આધુનિક ટેક્નોલોજી
માછલીના શરીર વિષે
• વજન : આશરે 20 Kg• લંબાઈ : 6 થી 8 ફુટ
• વૈજ્ઞાનિક નામ : Electrophorus electricus
વિગતવાર માહિતી
આપણી સજીવસૃષ્ટીમાં જોવા મળતા પ્રાણીજીવન માં જમીન પર રહેતા પ્રાણીઓ અને પાણીમાં રહેતા પ્રાણીઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે. તથા દરેક પ્રાણીમાં બીજા કરતા કંઈક જુદીજ પડતી ખાસિયતો જોવા મળે છે
તેમજ પાણીમાં રહેતી માછલીઓમાં પણ વિવિધતા જોવા મળે છે. આપણે અહિં એક વિશિષ્ટ માછલી એટલે ઈલ માછલી વિશે માહિતી મેળવીશું.
આ ઈલ માછલી કદ અને આકાર ઉપર દર્શાવ્યા પ્રમાણે છે. જ્યારે ઈલ માછલીને કંઈક ખતરો હોય તેવો અનુભવ થાય છે. ત્યારે આ ઈલ માછલી પોતાના શરીર માંથી વિદ્યુતનો એક જટકો આપે છે . આ જટકો 300 થી 900 Volt સુધીનો હોય છે. જે જટકાથી માણસનું મૃત્યું તરતજ થય શકે છે.
જ્યારે ઈલ માછલીને ખોરાકની જરુર પડે છે , ત્યારે તે નાની માછલીઓને આવા વિદ્યુતના જટકા આપીને મારી નાખે છે. અને જો કોઈ મોટી માછલી જે શિકારી માછલી હોય અને પોતે કોઈ માછલીનો ખોરાક ન બની જાય તે માટે ઈલ માછલી મોટી માછલીને વિદ્યુતના જટકા આપીને પોતાનાથી દુર રાખે છે. આ રીતે તે પોતાનો ખોરાક અને પોતાનું સંરક્ષણ કરે છે.
તેમજ પાણીમાં રહેતી માછલીઓમાં પણ વિવિધતા જોવા મળે છે. આપણે અહિં એક વિશિષ્ટ માછલી એટલે ઈલ માછલી વિશે માહિતી મેળવીશું.
આ ઈલ માછલી કદ અને આકાર ઉપર દર્શાવ્યા પ્રમાણે છે. જ્યારે ઈલ માછલીને કંઈક ખતરો હોય તેવો અનુભવ થાય છે. ત્યારે આ ઈલ માછલી પોતાના શરીર માંથી વિદ્યુતનો એક જટકો આપે છે . આ જટકો 300 થી 900 Volt સુધીનો હોય છે. જે જટકાથી માણસનું મૃત્યું તરતજ થય શકે છે.
જ્યારે ઈલ માછલીને ખોરાકની જરુર પડે છે , ત્યારે તે નાની માછલીઓને આવા વિદ્યુતના જટકા આપીને મારી નાખે છે. અને જો કોઈ મોટી માછલી જે શિકારી માછલી હોય અને પોતે કોઈ માછલીનો ખોરાક ન બની જાય તે માટે ઈલ માછલી મોટી માછલીને વિદ્યુતના જટકા આપીને પોતાનાથી દુર રાખે છે. આ રીતે તે પોતાનો ખોરાક અને પોતાનું સંરક્ષણ કરે છે.
શા કારણે આટલો મોટો જટકો આપી શકે છે?
આપણને આશ્ચર્ય થાય કે આટલી નાની માછલી આટલો મોટો વિદ્યુત જટકો કઈ રીતે આપી શકે અને તેમાં કેવા પ્રકારની રચના હોય? તો ચાલો જોઈએ તેના શરીરનું બંધારણમાછલીની બેટરી (પાવર શોર્સ)
માછલીમાં વિદ્યુત શોક આપવા માટે બેટરી ની રચના હોય છે. કુત્રિમ બેટરી (માનવનિર્મિત બેટરી) માં જેમ કોષોની ગોઠવણી કરેલી હોય છે, તેવાજ પ્રકારની ગોઠવણી માછલીના શરીરમાં હોય છે. જેમાં માછલીના કોષો હારબધ્ધ એકબીજા સાથે જોડાયેલા હોય છે . જેની મદદથી તે આટલો મોટો જટકો આપે છે (અહિં ઈલ માછલીના કોષો ની મદદથી કઈ રીતે વિદ્યુત ઉત્પન્ન થાય છે. તેની ચર્ચા કરવમાં આવેલ નથી તેના વિષે વધુ વિગતવાર ગાણિતીક સુત્રો સાથે માહિતી આગળ મુકવામાં આવશે).તેના શરીરમાં બે પ્રકારની બેટરી હોય છે.
1. મોટી બેટરી
2. નાની બેટરી
1. મોટી બેટરી : આ બેટરી એ ઈલ માછલીનો પાવરસોર્શ છે. જ્યાથી તે જટકા આપે છે. આ બેટરી તેના શરીરના મધ્યભાગમાં હોય છે. અને તેમાં કોષોની હારમાળા હોય છે.
2. નાની બેટરી : જે ઈલ માછલીના શરીરના ઉપરના ભાગમાં અને શરીરના નીચેના ભાગમાં હોય છે. તે પ્રમાણમાં નાની હોય છે. તે મોટી બેટરી સાથે જોડાયેલી હોય છે.
આપણે જોયું કે આટલી નાની માછલી આવડી મોટી ગણતરી ફક્ત એકજ સેકન્ડમાં કરે છે અને પ્રતિક્રયા પણ તરતજ કરે છે. આપણને આશ્ચર્ય થાય કે આવી ટેક્નોલોજી માછલી પાસે ક્યાંથી આવી ? કુદરતે તેમાં કંઈક તો એવી રચના કરી છે. જેની મદદથી તે આવી જટીલ ગણતરી સેકન્ડ માં કરી લે છે. વાહ....કુદરત. વાહ.... શું તારી કલાકારી છે.
વિદ્યુત શોક આપવાથી માછલીને થતા નુકશાન
વારંવાર વિદ્યુત જટકો આપવાથી માછલીને નુકશાન થાય છે. ઈલ માછલીના શરીર ના મોઢા સિવાયના ભાગ પર સુરક્ષા કવચ હોય છે. જેથી પોતાના શરીર પર વિદ્યુત જટકો લાગવાથી શરીર પર મોટા પ્રમાણમાં નુકશાન નથી થતું પણ તેના ચહેરાના ભાગ પર સુરક્ષા કવચ ન હોવાથી તેના પર નુકશાન થાય છે. વારંવાર આવા જટકા આપવાથી તેના આંખને નુકશાન થાય છે. જેથી તેની જોવાની દ્રષ્ટિ લાંબા ગાળે નબળી પડે છેમાછલીમાં જોવા કુદરતી મળતા સેન્સરો
વારંવાર વિદ્યુતના જટકા માછલીના શરીર પર પડવાથી તેની આંખની દ્રષ્ટી નબળી પડતી જાય છે. તેથી તે લાંબી ઉંમરે જોય શકતી નથી આથી તે પોતાના સેન્સરોનો ઉપયોગ કરે છે. જેનાથી તે જોય શકે છે. માછલીના આગળના ભાગ પર આવેલા છિદ્રો સેન્સર તરીકે વર્તે છેઈલ માછલીની અદભુત બાબત અને આધુનિક ટેક્નોલોજી
ઈલ માછલીના આગળ ચહેરા પરના છિદ્રો સેન્સર તરીકે વર્તે છે. અને તેનું શરીર હંમેશા એક પ્રકારનું વિદ્યુતક્ષેત્ર રચે છે. તે વિદ્યુતક્ષેત્ર તેની નાનો બેટરી દ્રારા રચાયેલુ હોય છે. હવે જો કોઈ પણ પ્રકારની માછલી કે અન્ય કોઈપણ વસ્તું આ વિદ્યુતક્ષેત્રમાં આવે તો માછલીને તરતજ ખબર પડી જાય છે કે તે વસ્તું શું છે અને કેટલા અંતરે આવેલી છે, અને જો ગતિમાન વસ્તું કે માછલી હોય તો તેની ઝડપ પણ ઈલ માછલીને ખબર પડી જાય છે. આ બધી ગણતરી માછલી ફક્ત એક જ સેકન્ડમાં કરી લે છે. અને તે ગણતરી મુજબ તેની પ્રતિક્રિયા આપે છે. જો વિશાળ માછલી હોય તો તરતજ વિદ્યુત જટકો આપી તેને દુર ભગાડે અને નાની માછલી હોય તો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે.આપણે જોયું કે આટલી નાની માછલી આવડી મોટી ગણતરી ફક્ત એકજ સેકન્ડમાં કરે છે અને પ્રતિક્રયા પણ તરતજ કરે છે. આપણને આશ્ચર્ય થાય કે આવી ટેક્નોલોજી માછલી પાસે ક્યાંથી આવી ? કુદરતે તેમાં કંઈક તો એવી રચના કરી છે. જેની મદદથી તે આવી જટીલ ગણતરી સેકન્ડ માં કરી લે છે. વાહ....કુદરત. વાહ.... શું તારી કલાકારી છે.
0 Comments: