Headlines
Loading...
 ગુગલની 201 સુવિધા ભાગ - 1 | Google 201 Product Part-1

ગુગલની 201 સુવિધા ભાગ - 1 | Google 201 Product Part-1

નમસ્કાર મિત્રો , અહિ તમને ગુગલનની સુવિધા વિષે જાણકારી આપવામાં આવી છે ગુગલની લગભગ 201 જેટલી સુવિધાઓ છે જેમાંથી અમુક સુવિધા જે આપણે રેગ્યુલર રીતે ઉપયોગ કરીએ છીએ તેના વિષે થોડી જાણકારી છે , ગુગલની બધીજ સુવિધાઓ અહિ એક પોસ્ટમાં દર્શાવવી શક્ય નથી તેથી ફક્ત 15 સુવિધા વિષે જણાવવામાં આવ્યું છે. - આકાશ કવૈયા

1.Google: Google.com એ એક સર્ચ એન્જિન છે. જેમાં જે કોઈપણ કિવર્ડ લખવામાં આવે તેના વિષે માહિતી મળે છે. Google સૌથી વધું લોકપ્રિય સર્ચ એન્જિન છે.


2.Gmail : Gmail એ ગુગલની E-Mail મોકલવા માટેની સૌથી સારી સુવિધા છે. Gmail નો ઉપયોગ હાલમાં ઘણોજ પ્રચલિત છે.


3.Google Drive : Google Drive એ ગુગલની ઓનલાઈન ડેટા સ્ટોર કરવા માટે આપતી સુવિધા છે. જેની મદદથી તમે તમારા ફોટા , વિડીયો , ડોક્યુમેન્ટ ઓનલાઈન સ્ટોર કરી શકો છો. અને દુનિયાના કોઈપણ ખુણેથી ઈન્ટરનેટની મદદથી તમારા ડોક્યુમેન્ટને ડાઉનલોડ તથા અપલોડ કરી શકો છો. Google Drive 15 GB જેટલી ફ્રી સ્પેસ ડેટા સ્ટોર કરવા માટે આપે છે.


4.Play Store : PlayStore ગુગલની એવી સુવિધા છે જ્યા લાખો ની સંખ્યામાં એન્ડ્રોઈડ એન્લિકેશન મળી રહે છે . PlayStore પર તમે તમારી એન્ડ્રોઈડ એપ પણ મુકી શકો છો. પણ તેના માટે રુપિયા ચુકવવા પડે છે.


5.YouTube : યુટ્યુબ એ ગુગલની એવી સુવિધા છે જ્યા ઓનલાઈન વિડીયો જોય શકાય છે. તથા તેમાં ચેનલ બનાવીને તેમાં વિડીયો શેર કરી શકાય છે. યુટ્યુબની મદદથી ઓનલાઈન વિડીયૉ મુકીને તેની મદદથી ઓનલાઈન કમાણી પણ કરી શકાય છે. હાલ ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો હોવાથી યુટ્યુબનો ઉપયોગ ભરપુર પ્રમાણમાં થાય છે.


6.Google Chrome : Google Chrome એ એક બ્રાઉઝર છે જેમાં ઈન્ટરનેટ સર્ફિંગ કરી શકાય છે. કદાચ તમે Google chrome માં આ વેબસાઈટ ખોલેને આ પોસ્ટ વાંચી રહ્યા છો.


7.Google Map : Google Map ની મદદથી નકશા જોય શકાય છે તથા તેમાં સેટેલાઈટ મેપ વડે રીયલ લાઈફ નકશા જોય શકાય છે , ગુગલ મેપની મદદથી બે સ્થળ વચ્ચેનું અંતર તથા આજુબાજું ના વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ , હોટલ , ATM , બેન્ક તથા વગેરેની જગ્યાઓ શોધી શકાય છે. તથા ગુગલ મેપમાં જે તે સ્થળ અંગેની માહિતી તથા ફોટા અને વિડીયો અને સ્ટ્રીટ વ્યું એટલે કે 360° એ જગ્યાને જોય શકાય છે.તથા રસ્તા પરનું ટ્રાફિક , વિસ્તારનું તાપમાન, અને GPS ની મદદથી તમારું હાલનું લોકેશન પણ જાણી શકાય છે.


8.Google Translate: Google Tramslate ની મદદથી એક ભાષાના વાક્યનું બીજી ભાષામાં રુપાંતર કરી શકાય છે , આ એપમાં બોલેની પણ એક ભાષાનું બીજી ભાષામાં રુપાંતર કરી શકાય છે.


9.Play Music : Play Music ની મદદથી મોબાઈલમાં રહેલા ગીતો સાંભળી શકાય છે. તથા જો મોબાઈલમાં ઈન્ટરનેટ હોય તો આ એપમાં ઓનલાઈન ગીતો પણ સાંભળી શકાય છે


10.Google Duo : Google Duo એન્ડ્રોઈડ અપ્લિકેશન છે જેની મદદથી ઉચ્ચક્ષમતા ધરાવતા વિડીયો કોલ કરી શકાય છે.


11.Google Assistant : આ ગુગલની અદ્યતન ટેક્નોલોજી ધરાવતી સુવિધા છે , ગુગલની આ સુવિધામાં AI એટલે કે આર્ટિફિસિયલ ઈન્ટેલિજંસ શો ઉપયોગ થયેલો છે જે એડવાન્સ ટેક્નોલોજી છે , ગુગલ આસિસટન્ટ તમારા મોબાઈલમાં હશે જે તમારું કામ કરશે એટલે કે જો તમે તેને કોલ કરવાનુ કહેશો એટલે તે કોલ કરી આપશે , તથા ગીતો સંભળાવવાનું કહેશો એટલો તે ગીતો સંભળાવશે તથા તમે તેની સાથે વાતો પમ કરી શકશો.જો આ ગુગલ આસિસટન્ટ તમારા મોબાઈલમાં ન હોય તો પ્લેસ્ટોર માંથી ડાઉનલોડ કરી શકશો , આ સુવિધા તમારો મોબાઈલ તેને સપોર્ટ કરતો હશે તો જ ચાલશે.


12.Gboard - Google Keyboard : આ એક કિબોર્ડ છે જે તમે તમારા મોબાઈલમાં વાપરો છો આ કિબોર્ડમાં મોટાભાગની ભાષા જોવા મળે છે


13.Blogger : ગુગલની આ સુવિધાથી તમે ઓનલાઈન બ્લોગ બનાવી શકો છો એટલે કે તમે તમારી ખુદની વેબસાઈટ બનાવી શકો છો. તમે હાલમાં જે વેબસાઈટ પર આ પોસ્ટ વાંચી રહ્યો છો તે Blogger માંજ બનાવેલ વેબસાઈટ છે.


14.Tez-UPI : ગુગલની આ સુવિધા એક એન્ડ્રોઈડ એપ છે, આ એપની મદદથી તમે રુપિયા એક ખાતામાંથી બીજા ખાતામાં મોકલી શકો છો. આ એપમાં સાઈન અપ કરીને તમારું બેંક એકાઉન્ટ લિંક કરવાનું હોય છે. આટલું કર્યા બાદ તમે UPI ની મદદથી ટ્રાન્જેક્શન કરી શકશો. આ એપની મદદથી તમે કમાણી પણ કરી શકો છો. આ એપ વિષેની વિગતવાર માહીતી તમને આ વેબસાઈટ પણ મુકવામાં આવશે અને જણાવવામાં આવશે કે તમે કય રીતે આ એપની મદદથી કમાણી કરી શકો છો.




15.Google Docs : ગુગલની આ સુવિધા ઓનલાઈન તથા તેની એપ્લિકેશન પણ છે. જેની મદદથી તમે ઓનલાઈન તથા ઓફલાઈન ડોક્યુમેન્ટ બનાવી શકો છો જેવા કે word , excle , ppt , pdf

બીજી સુવિધાઓની માહિતી ભાગ-2 માં મુકવામાં આવશે. આ પોસ્ટ ગમી હોય તો નીચે આપેલા બટન પર ક્લિક કરી Whats App માં તમારા મિત્રો સાથે શેર કરો.

0 Comments: