Headlines
Loading...
ચોખા વિષે જાણવા જેવું

ચોખા વિષે જાણવા જેવું

ચોખા અંગે જાણવા જેવું
  ચોખાને Rice કહીએ છીએ તે તમિલ શબ્દ ARISI અરીસી પરથી ઉદ્ભવ થઇને આવ્યો છે. ચોખાનું જૈવિક નામ ઓરીઝા -ORYZA તે પણ અરીસી પરથી જ આવ્યું છે.
જંગલી ચોખાની જાતનો જન્મ આશરે 1,30,000 વર્ષ પહેલા થયો હતો.
15,000 વર્ષ પૂર્વે "ઇન્ડિકા" નામની જંગલી ચોખાની જાત હિમાલયના ઢોળાવ પર ઉગતી હતી. પછી તે ઉતર-દક્ષિણ ભારતમાં પૂર્વ એશિયા અને દક્ષિણ ચીનમાં ફેલાઇ.
ઇ.સ. ની પહેલી થી અગીયારમી સદીમાં આરબ વેપારીઓ ચોખાને ભારતમાં થી ઇરાન અને ઈજીપ્ત માં લઇ ગયા.
ઈ.સ. 639 માં નાઇલ નદીની ખીણમાં સૌ પ્રથમ વખત ચોખાની ખેતી કરવામાં આવી હતી.
ઈ.સ. 1609 માં સૌ પ્રથમ ચોખા અમેરિકામાં પહોંચ્યા
• દુનિયાના કુલ ઉત્પાદનના 98 ટકા ટકા ડાંગર એશિયામાં પેદા થાય છે.
• દુનિયામાં કુલ ભાત ખાનારમાં 91 ટકા લોકો એશિયામાં છે.
• દુનિયાના ચાર વધુ વસ્તી ધરાવતા દેશો પૈકી ત્રણ ચીન ભારત અને ઇનડોનેશિયાના 250 કરોડ લોકોનો મુખ્ય ખોરાક ભાત છે.
• આધુનિક ડાંગરનો જન્મ હિમાલયમાં થયો હતો. અને આની ખેતીનો ફેલાવો ભારત માં થી જ થયો હતો. આમ છતાં ડાંગર નો સંપૂર્ણ આનુવાંશિક નકશો આજે અમેરિકન અને સ્વિત્ઝર્લેન્ડ ની કંપનીઓ પાસે છે.
વિટામીન A ની ખામી દુર કરનાર બીટાકેરોટીન નામનું રસાયણ ધરાવનાર ગોલ્ડન રાઇસ (સોનેરી ચોખા) નામની જીનેટીકલ વિકસાવેલ ડાંગરની જાતમાં ભરપુર હોય છે. જેની પેટન્ટ પશ્ર્ચિમના દેશો પાસે છે.
બાસ્મતી ચોખાની એક પેટન્ટ અમેરિકા પાસે છે.
KG ચોખા પેદા કરવા માટે 5000 લીટર પાણી જોઇએ છે.
સન 2000માં ભારતે 15,32,600 ટન ચોખાનો નિકાસ કરી તેને માટે પાણી વપરાયું 7,66,300 કરોડ લીટર
600 જેટલી ચોખા જાત અંગેની જૈવિક પેટન્ટો છે. તેમાંથી મોટા ભાગની પશ્ર્ચિમના દેશો પાસે છે.
જાન્યુઆરી 2001 માં મહત્વના ધાન્ય પાક ચોખાની સમગ્ર Genome નુ રેખા ચિત્ર અંકિત કરીને પ્રથમ વાર તેની સાંકેતિક ભાષા ઉકેલી નાખવામાં આવી.
મેરિયાડ જીનેટિક અને સ્વિત્ઝર્લેન્ડની સીન્જેન્ટા કંપનીએ સોનેરી ચોખા ની સિદ્ધિ હાંસલ કરી છે. ચોખાની જાતોનું ભવિષ્ય એ બે કંપનીઓના હાથમાં છે.
Download PDF file : click here

0 Comments: